“અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશનના સવા કરોડ રૂપિયાની ચીટીંગના ગુન્હા કામે નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૪૭૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી),૧૧૪ મુજબના ગુન્હા કામે નાસતા-ફરતા આરોપીઓ આસીફ રમજુ તુર્ક તથા લીયાકત અબ્દુલ લાખા જે બન્ને ઇસમો હાલે ખાસરા ગ્રાઉન્ડ પાસે આવેલ ચા ની દુકાન પાસે હાજર છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર ઇસમો મળી આવતા બન્ને ઇસમોને પકડી નાસતા- ફરતા તરીકે ઉપરોક્ત ગુન્હા કામે અટક કરેલ તે બાબતે અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

  • પકડાયેલ આરોપી

આસીફ રમજુ તુર્ક ઉ.વ. ૩૩ રહે. સરપટનાકા બહાર, ડોલર હોટલ સામે, જયપ્રકાશ નગર, ભુજ

લીયાકત અબ્દુલ લાખા ઉ.વ. ૩૪ રહે. સરપટનાકા બહાર, આશાપીરની દરગાહ પાસે, ભુજ

  • કબ્જે કરેલ મુદામાલ

►- મોબાઇલ ફોન નંગ – ૦૧ કી.રૂા. ૩૦00/-