“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ભારતીય રેલ્વેના લોખડના સામાન (ભંગાર) સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i / પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવિનકુમાર જોષી, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, રેલ્વે સ્ટેશન થી અમનનગર તરફ એક બોલેરો પીકઅપ આવી રહેલ છે જેના અંદર રેલ્વેનો લોખડનો ભંગાર ભરેલ છે તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તે આ લોખડનો ભંગાર સગેવગે કરવાની ફીરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની બોલેરો પીકઅપના મળી આવતા તપાસ કરતા તેમા પાછળના ભાગે ઠાઠામાં લોખડનો સામાન (ભંગાર) ભરેલ હોય જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. અને જણાવેલ કાદરભાઈ પરમારનાએ અમો બન્ને ને પ્રભુનગર પાસે આવેલ પોતાના વંરડામાં બોલાવેલ જેમા ભારતીય રેલ્વેનો સામાન પડેલ હોઈ જે સામાનમાંથી આ ગાડીમા લોખડનો સામાન (ભંગાર) ભરેલ અને આ સામાન ગની હારૂન લોટાના ભંગારના વાડામાં ખાલી જતા હતા. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • લોખડનો ભંગાર વજન આશરે ૧૦૦૦ કી.ગ્રા. કી.રૂા. ૫૦,000/-
  • બોલેરો પીકઅપ રજી નંબર જીજે ૧૨ બી.બાય. ૩૫૩૬ કી.રૂા. ૨,૫૦,૦૦૦/-
  • પકડાયેલ ઇસમ

મોહીત મુકેશભાઇ મહેશ્વરી રહે. જુની રાવલવાડી, ગાયત્રી ચોક પાસે, ભુજ

  • સુરેશભાઇ નારણભાઈ ઠાકોર રહે. આશાપુરા નગર, ઠાકોરવાસ સરપટનાકા બહાર, ભુજ