જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા કન્યાઓને તીથી ભોજન કરાવાયું
કચ્છ જિલ્લામાં પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)અંતર્ગત બાળકોને તીથી ભોજન યોજનાનો મહત્તમ લાભ મળે અને તીથીભોજન યોજનાને વધુ સફળ બનાવવા માટે આજરોજ કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ. હાશ્મી દ્વારા ખાવડા કન્યા પ્રાથમિક શાળામાં બાળકોને તીથી ભોજન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ ૨૩૨ જેટલી કન્યાઓ સાથે બેસીને ભોજન લીધું તેમજ કન્યાઓને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. કચ્છના સેવાભાવી લોકો વિવિધ પ્રસંગોએ બાળકોને તીથી ભોજન કરાવે એ અંગે અપીલ પણ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી છે.
આ તીથી ભોજન કાર્યક્રમના આયોજનમાં નાયબ મામલતદાર શ્રી એન.વી. જોષી અને શ્રી એસ.જે. ઘાસુરા, શ્રી વી.ડી. પરમાર, સી.આર.સી શ્રી પરેશભાઈ , આચાર્ય શ્રી લીલાબેને સહયોગ આપ્યો હતો.