“નાડાપા ફાટક પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પધ્ધર પોલીસ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રીવિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાંત સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશીદારૂની પ્રવૃતીનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃતી અટકાવવા માટે સુચના આપેલ.
જે અન્વયે પો.ઇન્સ એસ.એમ.રાણા સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓની સુચના અને માર્ગશન અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રેટ્રોલીગ હતા તે દરમ્યાન ધાણેટી ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ” કાનજી વાલજી છાંગા રહે.જુની ધાણેટી તા.ભુજ વાળાએ નાડાપા ફાટક થી દક્ષિણ તરફ જતા કાચા રોડ પર આવેલ બાવળોની ઝાડીમાં બહારથી મંગાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે.
નાશી ગયેલ આરોપી :-
(૧) કાનજી વાલજી છાંગા રહે જુની ધાણેટી તા. ભુજ
કબ્જે કરેલ મુદામાલ :-
(৭) ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKY झोर से छन हरीयाणा ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો કુલ્લે બોટલ નંગ- ૩૬ કિ.રૂ ૨૪.૬૯૬
(૨) બીયરના ટીન TUBORG PREMIUM BEER STRONG FOR SELE IN MAHARASHTRA બ્રાન્ડના ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન શીલબંધ કુલ્લે બીયરના ટીન નંગ- ૪૮ કુલ્લે કિ,રૂ ૫.૯૦૪/-
એમ કુલ કિ.રૂ- ૩૨.૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશન પો.ઇન્સ એસ.એમ રાણા સાહેબની સુચના અને માર્ગશન હેઠળ પધ્ધર પોલીસ સ્ટાફના એ.એસ.આઇ રામસંગજી એસ. સોઢા તથા મહેંન્દ્રસિંહ વી. જાડેજા તથા પો.હેડ.કોન્સ દિવ્યરાજસિંહ આર. જાડેજા તથા શિવરાજસિંહ પી. રાણા નાઓ જોડાયેલ હતા.