બોલીવૂડના દબંગ સલમાન ખાનને ફરી એક વખત મળી જાનથી મારી નાખવાની ધમકી
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, બોલીવૂડના દબંગ સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ધમકી આપનાર શખ્સે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય બતાવ્યો છે. પાંચ કરોડ રૂપિયા ખંડણીની માગણી કરી છે. જો પૈસા આપવામાં નહીં આવે તો સલમાનની હાલત બાબા સિદ્દીકીથી બદતર થશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જાણવા મળી રહયું છે કે આ ધમકી વોટ્સએપ દ્વારા કંટ્રોલ રૂમમાં મોકલાઇ હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ ગેંગનું નામ ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં ફેરફાર સાથે વધારો કરી દેવામાં આવેલ છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનને `વાય પ્લસ’ કક્ષાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહયા છે. ગત છ માસના સમયગાળા દરમ્યાન સલમાન ખાન પર બે હુમલા થઈ ચૂક્યા છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કરાયો હતો,જાણવા મળી રહયું છે કે તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હતી. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, મુંબઇ પોલીસે લોરેન્સ ગેંગના બે માણસોને ગિરફ્તમાં લીધા છે. બિશ્નોઇ ગેંગ અને સલમાનની દુશ્મની 1998માં કાળિયાર હરણનો સલમાને શિકાર કર્યો ત્યારથી ચાલી રહી હોવાનું સામે આવી રહયુ છે.