“કચ્છની જનતા માટે મોદી શાસન ના ૨૫વર્ષ સુશાસન કે કુશાસન”
મોદીશાસન ને ર૫વર્ષ પૂર્ણ થયેલ જેના માટે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે અને સમગ્ર વહીવટી તંત્ર એક મહિના સુધી જનતાના કામ નહિ કરે પરંતુ મોદીના ગુણગાન ગાવા નું કામ કરશે મોદીના પ્રચાર પ્રસારમાં સમગ્ર તંત્ર રોકાઈ જશે આમ કરી જનતાના ટેક્સના નાણા માંથી મોદી માટે તાયફાઓ કરવામાં આવશે.
પરંતુ મોદીના ૨૫ વર્ષના શાસનમાં કચ્છને શું મળ્યું? અને શું ગુમાવ્યું એનો પણ હિસાબ થવો જોઈએ.
મુદ્દા
૧. કચ્છમાં ૨૫ વર્ષમાં ગરીબ લોકો ને સાથણીમાં એક એકર પણ જમીન આપી નથી પરંતુ ઉદ્યોગપતિઓ ને લાખો એકર જમીન પાણીના ભાવે અપાયેલ છે.
૨. કોંગ્રેસની સરકારમાં કચ્છમાં નાના અગરિયાઓને ૧૦ એકર મીઠા ના પ્લોટો અપાતા જે મોદી સરકારમાં બંધ કરી દેવામાં આવેલ છે. એકપણ અગરીયા કે મીઠાના પ્લોટ આપેલ નથી જયારે મોટા ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મીઠા ઉત્પાદન માટે આપેલ છે.
૩. કચ્છના 3 હજાર જેટલા નાના અગરિયાઓની ૧૦ એકર જમીન ની લીઝ પૂરી થયેલ છે જેને રીન્યુ પણ કરવામાં આવતી નથી.
૪. કચ્છના મૂળ ખેડૂતોની કેટલી જમીનો ૨૫ વર્ષમાં વેચાઈ ગયેલ છે. જે જમીનો ઉદ્યોગપતિઓ તથા પુંજીપતીઓ પાસે 30 ટકા જમીનો ચાલી ગયેલ છે. જેથી જમીનો ખેડૂતોની ઓછી થયેલ છે. જે સુશાસન ગણાય કે કુશાસન?૫. કચ્છમાં છેલ્લા ૨૫ વર્ષમાં દરેક કોલેજો અને શિક્ષણ સંસ્થાઓને દરવાજે ડ્રગ્સ અને દારૂ વેચાય છે જે સુશાસન કે કુશાસન?
૬. છેલ્લા ૨૫ વર્ષમાં શેરીએ શેરી દારૂની હાટડીઓ ચાલે છે. જે સુશાસન કે કુશાસન?
૭. છેલ્લા ૨૫ વર્ષમાં અનેક ખેડૂતો એ આપઘાત કરવા પડયા છે જે સુશાસન કે કુશાસન?
૮. છેલ્લા ૨૫ વર્ષમાં વ્યાજખોરી ના ત્રાસ થી અનેક લોકોએ આપઘાત કરેલ છે. જે સુશાસન કે કુશાસન?
૯. છેલ્લા ૨૫ વર્ષમાં લાખો એકર જમીનો કચ્છના મૂળ વતની ને નહી પરંતુ મોટા ઉદ્યોગપતિઓ ને પધરાવી દીધેલ છે જે સુશાસન કે કુશાસન?
૧૦. છેલ્લા ૨૫ વર્ષમાં કચ્છમાં ચોરી, લુંટ, બળાત્કારના બનાવો ખુબ વધી રહેલ છે અને કોઈ સલામત નથી જે સુશાસન કે કુશાસન?
૧૧. છેલ્લા ૨૫ વર્ષમાં દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચારએ માઝા મુકી છે અને માત્ર ભાજપના નેતાઓના કામ થાય છે. ગરીબ લોકોને કોઈ સાંભળવારૂ નથી જે સુશાસન કે કુશાસન?
૧૨. કચ્છના ખેડૂતો વીજ લાઈનના વળતર મુદ્દે મહિનાઓ સુધી આંદોલનો કરે અને ભાજપના નેતાઓ સાંભળે પણ નહિ અને મદદ પણ ન કરે તે સુશાસન કે કુશાસન?
૧૩. ભાજપના નેતાઓને દીવડાઓ પ્રગટાવી અને સુશાસન ઉજવે છે અને ગરીબો બેહાલ બનતા જાય છે ભાજપને શરમ આવવી જોઈએ શાનું સુશાસન?મોદીશાસન ને ર૫વર્ષ પૂર્ણ થયેલ જેના માટે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે અને સમગ્ર વહીવટી તંત્ર એક મહિના સુધી જનતાના કામ નહિ કરે પરંતુ મોદીના ગુણગાન ગાવા નું કામ કરશે મોદીના પ્રચાર પ્રસારમાં સમગ્ર તંત્ર રોકાઈ જશે આમ કરી જનતાના ટેક્સના નાણા માંથી મોદી માટે તાયફાઓ કરવામાં આવશે.
પરંતુ મોદીના ૨૫ વર્ષના શાસનમાં કચ્છને શું મળ્યું? અને શું ગુમાવ્યું એનો પણ હિસાબ થવો જોઈએ.
મુદ્દા
૧. કચ્છમાં ૨૫ વર્ષમાં ગરીબ લોકો ને સાથણીમાં એક એકર પણ જમીન આપી નથી પરંતુ ઉદ્યોગપતિઓ ને લાખો એકર જમીન પાણીના ભાવે અપાયેલ છે.
૨. કોંગ્રેસની સરકારમાં કચ્છમાં નાના અગરિયાઓને ૧૦ એકર મીઠા ના પ્લોટો અપાતા જે મોદી સરકારમાં બંધ કરી દેવામાં આવેલ છે. એકપણ અગરીયા કે મીઠાના પ્લોટ આપેલ નથી જયારે મોટા ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મીઠા ઉત્પાદન માટે આપેલ છે.
૩. કચ્છના 3 હજાર જેટલા નાના અગરિયાઓની ૧૦ એકર જમીન ની લીઝ પૂરી થયેલ છે જેને રીન્યુ પણ કરવામાં આવતી નથી.
૪. કચ્છના મૂળ ખેડૂતોની કેટલી જમીનો ૨૫ વર્ષમાં વેચાઈ ગયેલ છે. જે જમીનો ઉદ્યોગપતિઓ તથા પુંજીપતીઓ પાસે 30 ટકા જમીનો ચાલી ગયેલ છે. જેથી જમીનો ખેડૂતોની ઓછી થયેલ છે. જે સુશાસન ગણાય કે કુશાસન?૫. કચ્છમાં છેલ્લા ૨૫ વર્ષમાં દરેક કોલેજો અને શિક્ષણ સંસ્થાઓને દરવાજે ડ્રગ્સ અને દારૂ વેચાય છે જે સુશાસન કે કુશાસન?
૬. છેલ્લા ૨૫ વર્ષમાં શેરીએ શેરી દારૂની હાટડીઓ ચાલે છે. જે સુશાસન કે કુશાસન?
૭. છેલ્લા ૨૫ વર્ષમાં અનેક ખેડૂતો એ આપઘાત કરવા પડયા છે જે સુશાસન કે કુશાસન?
૮. છેલ્લા ૨૫ વર્ષમાં વ્યાજખોરી ના ત્રાસ થી અનેક લોકોએ આપઘાત કરેલ છે. જે સુશાસન કે કુશાસન?
૯. છેલ્લા ૨૫ વર્ષમાં લાખો એકર જમીનો કચ્છના મૂળ વતની ને નહી પરંતુ મોટા ઉદ્યોગપતિઓ ને પધરાવી દીધેલ છે જે સુશાસન કે કુશાસન?
૧૦. છેલ્લા ૨૫ વર્ષમાં કચ્છમાં ચોરી, લુંટ, બળાત્કારના બનાવો ખુબ વધી રહેલ છે અને કોઈ સલામત નથી જે સુશાસન કે કુશાસન?
૧૧. છેલ્લા ૨૫ વર્ષમાં દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચારએ માઝા મુકી છે અને માત્ર ભાજપના નેતાઓના કામ થાય છે. ગરીબ લોકોને કોઈ સાંભળવારૂ નથી જે સુશાસન કે કુશાસન?
૧૨. કચ્છના ખેડૂતો વીજ લાઈનના વળતર મુદ્દે મહિનાઓ સુધી આંદોલનો કરે અને ભાજપના નેતાઓ સાંભળે પણ નહિ અને મદદ પણ ન કરે તે સુશાસન કે કુશાસન?
૧૩. ભાજપના નેતાઓને દીવડાઓ પ્રગટાવી અને સુશાસન ઉજવે છે અને ગરીબો બેહાલ બનતા જાય છે ભાજપને શરમ આવવી જોઈએ શાનું સુશાસન?