વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે : ગાંધીધામમાં બાવળની ઝાડીઓમાં આરોપીએ મહિલા પર આચાર્યો બળાત્કાર

rape-1575523127-1596770091

copy image

copy image

  સૂત્રો દ્વારા જણાઈ રહયું છે કે ગાંધીધામ મામલતદાર કચેરી બહાર બેસતા એક શખ્સે મહિલાને રાશનકાર્ડનું કામ કરાવી આપવા વિશ્વાસમાં લઇ તેને બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આંચર્યું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટનાં 28 વર્ષિય એક મહિલાના માતા અહીં ગાંધીધામમાં રહે છે તેમનું રાશનકાર્ડમાં સરનામું બદલાવવાનું હોવાથી ભોગ બનનાર મહિલા અહીં આવેલ હતા જેમાં તેમનો સંપર્ક આરોપી શખ્સ સાથે થયો હતો. કામ અર્થે તેણે પોતાનો નંબર આપી બાદમાં વ્હોટસએપ ઉપર વારંવાર રાશનકાર્ડના કામ માટે વાત કરી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં ગત તા. 15-10ના પોતાના બાઇક પર મહિલાને બેસાડી ચા-નાસ્તો કરાવી કાર્ગો ઝુંપડપટ્ટી નજીક બાવળની ઝાડીઓમાં લઇ ગયો હતો.જાણવા મળી રહયું છે કે, તે સ્થળે આ શખ્સે મહિલા પર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સને ગિરફ્તમાં લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.