અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની એક સોસાયટીમાં ટેન્કર થકી પાણી આપવા આવેલા શખ્સે યુવતીની છેડતી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મેઘપર બોરીચીના નિર્મલ નગર વિસ્તારમાં ગત દિવસે સવારના અરસામાં  આ બનાવ બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર મેઘપર બોરીચીમાં રહેનાર આરોપી શખ્સ આ વિસ્તારમાં ટેન્કરમાં પાણી લઈને આવ્યો હતો. એક યુવતી પાણીનો કેરબો લઇને જતા આ શખ્સે  તેની છેડતી કરી હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.