ગાંધીધામમાથી ચાર ખેલીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના અરસામાં ગાંધીધામના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રામાપીર મંદિરવાળી શેરીમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને 10200ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.