ભરૂચની રહેણાંક કોલોનીમાંથી વન્ય પ્રાણી સુરક્ષા ટ્રસ્ટના સભ્યોએ સાપનું સલામત રેસ્ક્યુ કર્યું
આજરોજ સવારના દસ વાગ્યે ભરૂચની ભારતી રો હાઉસ કોલોનીના એક મકાનમાં સાપે દેખા દેતા સ્થાનિક લોકો ગભરાઇ ગયા હતા. ત્યારબાદ લોકોએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા હતા અને ૩ જેટલા ઝેરી સાપ એક કોબ્રા સહિતના દેખાતા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની મદદથી સાપોનું સલામત રીતે રેસ્ક્યુ કરીને પકડી લેવાયા હતા અને ત્યારબાદ આ સાપોને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મુકવામાં આવશે એમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છેકે ઘણીવાર સરિસૃપ વર્ગના પ્રાણીઓ માનવ વસતિમાં આવી જતા હોય છે અને તે સમયે લોકો ભયભીત થાય છે ત્યારે આવા વન્ય પ્રાણી જીવદયા કાર્યકરો લોકોની મદદમાં આવીને સાપને સલામત રીતે પકડી લેતા હોય છે.