ભરૂચના જંબુસર બાયપાસ પર આવેલા ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી: કોઈ જાનહાની નહિ

ભરૂચના જંબુસર ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલ ટેન્કરમાં અચાનક આગ લાગતા રસ્તા પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગતરોજ સાંજના સમયે દહેજ તરફથી ભરૂચ તરફ આવી રહેલા ડિઝલ ભરેલા ટેન્કરમાં જંબુસર ફ્લાય ઓવર બ્રિજ પર અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આ ઘટનાની જાણ થતાં જ “બી” ડીવીઝન પી.આઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી વાહનવ્યવહાર બંધ કરી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર ઓફીસર ચીરાગ ગઢવી સાથે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના બે વોટર બાઉઝર અને એક GNFCના ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી સળગી રહેલા ડિઝલ ભરેલ ટેન્કરમાં લાગેલી આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા.ત્રણેય ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ