અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબૂ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોને ઇજા પહોંચી

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબૂ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોને ઇજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલા મહાવીર ટર્નિંગ પાસે સુરત પાર્સીંગની બેકાબૂ કારચાલકે મોપેડ અને બાઈકને અડફેટે લીધા બાદ એંગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને દ્વિચક્રી વાહનચાલકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.