ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશને વર્ષ 2014માં લખાવેલા આપપીસીની કલામ હેઠળ લખાવેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પીઆઈ ડી.વી.રાણાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014 માં માનસિક ત્રાસ આપી માર મારવાના લખાવેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સ બનાસકાંઠાના ઉમરકોટ ખાતે રહેતા ખામીશાખાન ઉર્ફે રફીક અલીખાન સિંધીને બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે શોધી કાઢી ઝડપી કાયદેસર તપાસ કટી હતી. આ કામગીરીમાં પીઆઈ. ડી.વી.રાણા સાથે સ્ટાફના હિરેનભાઈ રાવલ, ગલાલભાઈ પારગી, ખોડુભા ચુડાસમા જોડાયા હતા.