આડેસર પોલીસે ભચાઉ પંથકમાં આવેલા સાંય ગામમાં વાડીના ઘરની છત પર રમાઈ રહેલો જુગાર પકડી પાડ્યો હતો. રોકડ, મોબાઈલ અને વાહનો થઈને કુલ 1.18 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.જી.લાંબરિયાએ જણાવ્યુ હતું. કે સાંય ગામમાં ખીમાભાઇ પટણીની ખુલ્લી વાડીમાં બનેલા ઘરની છત પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આડેસર પોલીસે રેડ પાડતા ત્યાં જુગાર રમતા હિતેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા, કાદરભાઈ મીઠુભાઈ મન્સુરી, રમેશભાઈ હઠાભાઇ ભરવાડ, રામા હઠાભાઇ ભરવાડ, અને રમેશ કમા કોલીને 10,950 રોક્ડ, 4 દ્વિચક્રીય વાહન અને 4 મોબાઈલ સહિત કુલ 1,18,450 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. આ ક્મગીરીમાં પીએસઆઈ વી.જી.લાંબરીયા, રમેશભાઈ તુલશીભાઈ, રાજેશભાઈ નાથાભાઇ, મહેશભાઇ ગોરધનભાઈ, શૈલેષભાઈ વશરામભાઇ, દલપત પીરાજી સોલંકી, દીપાભાઈ અમરાભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. અંતે ઉલ્લેખનીયએ છે કે વી.જી.લાંબરીયાએ આ પોલીસ સ્ટેશનનો ચાર્જ સાંભળ્યા પછી આ પંથકમાં ધાક બેસાડતી કામગીરીઓ કરી કાયદો અને વ્યવસ્થાને સુચારૂ બનાવવાની તપાસ હાથ ધરી છે.