ચૂડવામાં ટ્રકનું પૈડું ફાટતાં 24 વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો
copy image

ચૂડવામાં ટ્રકનું પૈડું ફાટતાં 24 વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ચુડવામાં વર્કશોપમાં ટ્રકનું પૈડું ફાટતાં 28 વર્ષીય યુવાન રાહુલ દુર્ગા રાય નામના યુવાનનું મોત થયું હતું. મુંદ્રામાં રહેનાર રાહુલ રાય નામનો યુવાન ચુડવાના ભાર્ગવ વર્કશોપમાં આવ્યો હતો જ્યાં તે ગત દિવસે બપોરના અરસામાં કામ કરી રહ્યો હતો તે સમયે, વાહનનું પૈડું અચાનક ફાટતાં પૈડાંની ડીશ ઊડીને આ યુવાનની છાતીમાં તથા ડાબા હાથમાં લાગી હતી જેમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.