હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમનું થશે ચુસ્તપણે અમલીકરણ

copy image

copy image

ગુજરાત રાજ્યમાં અકસ્માત સહિતના બનાવો અટકાવવા માટે સરકાર દ્વારા ફરજીયાત હેલ્મેટ પહેરવા અને સીટબેલ્ટ બાંધવા માટે સૂચના આપવામાં આવી છે.દરેક આરટીઓ કચેરીને સ્પેશયલ ડ્રાઇવ યોજવા અને પોલીસને પણ નિયમની અમલવારી માટે સૂચના આપવામાં આવી રહી છે.રાજ્યનું કોઈ પણ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ સ્થળોએ ટુ વ્હિલર ચાલકે હેલ્મેટ અને કાર ચાલક અને બાજુમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવુ ફરજીયાત છે.જાણવા મળી રહ્યું છે કે, આ નિયમની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવશે.સોમવારે ભુજમાં આરટીઓ દ્વારા અલગ અલગ લોકેશન પર ચેકીંગ હાથ ધારવામાં આવેલ જેમાં હેલ્મેટ પહેર્યા વગર જતા 21 વાહન ચાલકોને મેમો ફટકારાયો હતો.નિયમ ભંગ સંદર્ભે રૂ.500 ના દંડની જોગવાઇ છે રાજ્યમાં તહેવાર બાદ લોકો ફરવા જતા હોય તે દરમ્યાન અકસ્માતનું પ્રમાણ વધી જાય છે જેથી સરકારે અકસ્માતના કિસ્સા અટકાવવા માટે નિયમની ફરજીયાત અમલવારીની સૂચના આપવામાં આવી છે.