કચ્છના સફેદ રણમાં ગેરકાયદેસર બનાવેલ 6 રિસોર્ટના કુલ 160 ભૂંગા પર બુલડોઝર ફેરવાયું

દિવાળી બાદ કચ્છના સફેદ રણની ચાંદની માણવા માટે લાખો સહેલાણીઓ કચ્છમા આવે છે ખાસ કરીને પ્રવાસીઓ કચ્છી ભૂંગામાં રહેવાનું વધારે પસંદ કરે છે જેથી ધોરડો આસપાસ રિસોર્ટ અને તંબુનગરીની બોલબાલા વધી રહી છે ત્યારે આવા હાઈટેક તંબુમાં ભાવ પણ આસમાને ચડી જતાં હોય છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગેરકાયદે બાંધવામાં આવેલ ભૂંગા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ધોરડોમાં વોચ ટાવર જતા માર્ગે બીએસએફ ચેકપોઇન્ટ નજીક ગેરકાયદેસર રીતે રિસોર્ટ ઉભા કરી લાઈટ-પાણીના કનેક્શન મેળવી ભૂંગા બનાવવામાં આવેલ હતા.મહેસુલ વિભાગ દ્વારા આ દબાણ હટાવી લેવા સૂચના આપવા છતાં સ્વેચ્છાએ દબાણ ન હટતા સોમવારે તમામ ગેરકાયદેસર બનાવેલ ભૂંગા પર બુલડોઝર ફરી વળ્યું હતું.જેમાં 6 રિસોર્ટના કુલ 160 ભૂંગા પર બુલડોઝર ફેરવાયું છે. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દ્વારા કુલ 54 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. તેમજ હજુ પણ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે એવું જણાઈ રહ્યું છે.