ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં હવેથી કોઈ પણ ઉંમરની વ્યક્તિના ઘૂંટણના સાંધા બદલવાનાં ઓપરેશન શક્ય બનશે

 ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટ્લે કે આયુષ્માન યોજના અંતર્ગત હવેથી કોઈ પણ ઉંમરની વ્યક્તિના ઘૂંટણના સાંધા બદલવાનાં ઓપરેશન શક્ય બનશે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જી.કે.માં અત્યાર સુધી માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો હતો. આ હોસ્પિટલમાં જિલ્લાની મોટી આરોગ્ય સેવા હોવાના કારણે કચ્છના લોકોને પણ મહત્ત્વની આ સુવિધા મળે તે હેતુસર મેનેજમેન્ટ દ્વારા જી.કે. હોસ્પિટલને આ યોજનાની શ્રેણીમાં સામેલ કરવા રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવતા તે સ્વીકારાયો છે. આવાં ઓપરેશન માટે આધુનિક કક્ષાનું ઓપરેશન થિયેટર અને નિષ્ણાત ઓર્થોસર્જન અને ગાયનેક ટીમ ઉપલબ્ધ હોવાના કારણે દર્દીઓ માટે ઉપકારક બનશે એવો વિશ્વાસ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.