“માતા પિતાથી વિખુટી પડી ગયેલ બાળકીને શોધી કાઢતી પધ્ધર પોલીસ”
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓની સુચના મુજબ.
આજરોજ પો.ઇન્સ એસ.એમ.રાણા સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અનુસંધાને પધ્ધર પોલીસ સ્ ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્ તારમા પી.સી.આર વાહનથી પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્ યાન પી.એસ.ઓશ્રી.ને ફોન આવેલ કે, કુકમા ગામના ગોમતીબા દવાખાના પાસેથી એક ૦૭ વર્ષેની બાળકી મળી આવેલ છે. જેથી પી.સી.આરના કર્મચારી પોલીસ હેડ કોન્સટેબલ ભાર્ગવભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સટેબલ વિનોદભાઇ ચૌધરી તેમજ શી ટીમના ઇન્ચાર્જ વુ.પોલીસ કોન્સટેબલ કિરણબેન બાટવાનાઓએ કુકમા ગોમતીબા દવાખાના પાસેથી બાળકીનો કબ્જો મેળવી બાળકીનુ નામ ઠામ પુછતા બાળકીએ પોતાનુ નામ જાનવી હોવાનુ જણાવેલ. જે આધારે આજુબાજુના CCTV કેમેરા તથા આસપાસના લોકો, રીક્ષા ચાલકો વિગેરેની પૂછપરછ કરતા આ બાળકી હનુમાનજી ના મંદિર પાસે ગામ ભુજોડી તા-ભુજ રહેતી હોવાનુ જાણવા મળતા બાળકીને સાથે લઇ તેના માતા પિતાની શોધ ખોળ કરી. તેના પિતા રૂપસિંહ રશિકભાઇ રાઠોડ તથા માતા શાંતાબેન રૂપસિંહ રાઠોડ મળી આવતા બાળકીનો કબ્જો સોપવામા આવેલ. આ બાબતે કોઇ ગુનાહીત ક્રુત્ય બનેલ નથી. જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
મળી આવેલ બાળકીનુ નામ :-
જાનવી રૂપસિંહ રાઠોડ ઉ.વ ૦૭ રહે હનુમાનજી ના મંદિર પાસે ભુજોડી તા-ભુજ
આ કામગીરીમા પધ્ધર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એસ.એમ રાણા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ ભાર્ગવભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સટેબલ વિનોદભાઇ ચૌધરી તેમજ શી ટીમના ઇન્ચાર્જ વુ.પોલીસ કોન્સટેબલ કિરણબેન બાટવાનાઓ જોડાયેલ હતા.