ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ,ભુજ-કચ્છ તથા મહે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા મિફ્ક્ત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદિયા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રા.વાહનથી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૭૭૪/૨૦૨૪ ભા૨તીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫,૩૩૧(૪),૩૩૧(૩) મુજબના ગુના કામે ચોરી કરેલ એ.સી.ફીટીંગનો સામાન અલગ અલગ સાઈઝનો કોપર વાયર તથા કોપર પાઈપ/ટ્યુબ આશરે તથા કોપરના હાર્ડવેર ફીટીંગ જેમાં અલગ અલગ સાઈઝના એલ્બો તથા કપ્લ૨ તેમજ સપોર્ટ વાયર રોપ લોખંડનો તથા અલગ અલગ પ્રકા૨ના કામ ક૨વાના ઓજારો વિગેરે રાજદિપ સોલાર એનર્જી પ્રાઈવેટ લીમેટેડ કંપનીના ગોડાઉનમાંથી કરેલ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ આરોપી સુરેશભાઈ વાલાભાઈ કોલી રહેવાસી ચીરઈ વાળાએ છળકપટથી મેળવી પોતાના કબ્જામાં છુપાવી રાખેલ છે જે બાતમી હકિકત આધારે તપાસ ક૨તા મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧)મનજી ભચાભાઈ કોલી ઉ.વ.૨૬ ૨હે હાલ મોટી ચિરઈ ટ્રાન્સપોર્ટ નગ૨ મુળ રહે, આંબલીયારા તા.ભચાઉ

(૨) સુરેશ વાલાભાઈ કોલી ઉ.વ.૨૬ ૨હે,મોમાયવાસ જુની મોટી ચિરઈ તા.ભચાઉ

(૩) નવિન હરીભાઈ કોલી ઉ.વ.૨૬ ૨હે હાલ,મોમાયવાસ જુની મોટી ચિરઈ મુળ રહે, મોમાયવાસ લુણવા તા.ભચાઉ

(૪) હિતેષ ગોકરભાઈ કોલી ઉ.વ.૨૫ રહે હાલ,ગુણાતિતપુર વાડી વિસ્તાર ભચાઉ મુળ રહે કોલીયાસરી ભચાઉ કચ્છ