ભીમાસરની કંપનીમાં સુરક્ષા કર્મી તરીકે કામ કરતા આધેડને બંદુક તથા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો

crime-3

copy image

  અંજાર ખાતે આવેલ ભીમાસરની કંપનીમાં સુરક્ષા કર્મી તરીકે કામ કરતા આધેડને બંદુક તથા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ભીમાસરમાં આવેલી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન  અનિલ ચાવલા સિકયુરીટી એજન્સી થકી આ કંપનીમાં ગન મેન તરીકે કામ કરતાં ગુરમેલસિંઘ હાકમસિંઘની પુછપરછ કરવામાં આવી હતી. બંદુકનો પરવાનો ધરાવતા આ આધેડ સ્થાનિક સતાધિકારી સમક્ષ નોંધ કરાવી ન હતી. આ ગનમેનની અટક કરી તેમની પાસેથી એક બંદુક તથા 10 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવેલ હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.