લાકડીયા પો.સ્ટે વિસ્તારમાંથી ડીઝલ તથા ખાદ્ય તેલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ ડોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હડીકત આધારે આરોપી બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ) વાળાની મોરબી- સામખીયારી નેશનલ હાઈવે રોડ પર આવેલ ખેમાબાબા હોટલના પાછળના ભાગે તપાસ કરતા ડીઝલ તથા ખાદ્યતેલ મળી આવેલ. જે બાબતે ઉપરોકત આરોપીની પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી ડે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનુ જણાઈ આવતા ઉપરોકત આરોપીને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં થી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે લાકડીયા પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલઆરોપીનું નામ

(૧) બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ) ઉ.વ. ૩૮ રહે. હાલે ખેમાબાબા હોટલ જુના કટારીયા સીમ તા.ભચાઉ મુળ રહે. શીણધરી તા.ગુડામલાણી જી.બાલોત્રા (રાજસ્થાન)

શોધાયેલ ગુનો-

લાકડીયા પો.સ્ટે.ગુ.૨.ન.૦૨૦૪/૨૦૨૪ ગુનો બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૩૧૭ મુજબ

મુદામલ ની વિગત

-ડીઝલ લીટર ૧૨૦૦ કિ.રૂ. ૧,૦૬,૮૦૦/-

  • ખાદ્યતેલ લીટર ૪૦૦ કિ.રૂ. ૩૬૦૦૦/-
  • ડીઝલ તેમજ ખાદ્યતેલ કાઢવાનો ઇલેક્ટ્રીક પંપ નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦૦/-

મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-

ડુલે કિ.રૂ. ૧,૬૭,૮૦૦/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.