ફરીયાદી ને પાર્ટ ટાઇમ જોબ કરવા ટાસ્ક પુરા કરી સારું રીટર્ન આપવાના બહાને ફરીયાદી પાસેથી કુલ્લે રુપિયા ૧૨,૦૫,૦૬૪/- ની છેતરપીંડી કરનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમ

મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ.ભુજ નાઓએ સાયાબરના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુના બનતા અટકાવવા ખાસ સૂચના આપેલ હોય. જે અનવયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર શ્રી એલ.પીલ.બોડાણા નાઓની માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ. ૨. નં. ૧૧૨૦૫૦૪૬૨૪૦૦૦૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૧૮(૪), તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને- ૨૦૦૮ ની કલમ ૬૬ (સી).(ડી), મુજબનો ગુનો ગઇ તા.૨૨/૧૦/૨૦૨૪ ના દાખલ કરેલ જેમાં આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદીને ટેલીગ્રામ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઇમ જોબ માટેનો મેસેજ મોકલાવી, ટેલીગ્રામ પર લીંક https://shippit-boosting.com મોકલાવી જેના પર જઇ ઓર્ડર કન્ફમ કરી વળતર/નફો મળવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ તેઓના જણાવેલ ખાતામાં રૂપિયા જમા કરાવી ઓર્ડર કન્ફમ કરાવતા જમા કરાવેલ રકમ તથા અમારા નફાની રકમ ઉપાડવા માટે રીકેવેસ્ટ નાખતા ઉપડેલ નહિ અને હજુ નફાની રકમના ૫૦ ટકા રકમ ભરવા માટે જણાવી ફરીયાદીને જમા કરાવેલ રકમ તથા નફાની રકમ પરત આપેલ નહિ, આમ આ કામના આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેઓએ જણાવેલ વેબસાઇટ પર જઇ રૂપિયા . ૧૨,૦૫,૦૬૪/- નો ઓર્ડર કન્ફમ કરાવડાવી કુલ રૂપિયા ૧૨,૦૫,૦૬૪/- છેતરપીંડી કરી ગુનાહીત
વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોઇ જે ઉપરોકત ગુ.ર.નં. તથા કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ. જે અન્વયે શ્રી એલ.પી.બોડાણા પોલીસ ઈન્સપેક્ટર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજનાઓનાં માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ધ્વારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વલેન્સ આધારે આ કામના આરોપીઓ ને અમદાવાદ તેમજ રાજકોટ ખાતેથી પકડી ઉપરોક્ત વિગતે દાખલ થયેલ ગુનાનો ભેદ ઉકેલેલ હોય પકડાયેલ આરોપી વિરુધ્ધ
કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
કેવલ કાંતીલાલ દેલવાડીયા ઉ.વ.૨૮ રહે- રાધે ક્રિષ્ના ફ્લેટ ડી-૨૦૪,નરોડા અમદાવાદ
શ્યામકુમાર મનસુખભાઈ ખાંટ ઉ.વ.૨૭ રહે- ઇસ્કોન એમબીટો ઉપવન એફ-૪૦૧, રાજકોટ
દીવ્યેસ પ્રફુલભાઇ ખૂંટ ઉ.વ.૨5 રહે- અમૃત નગર અલ્ટ્રા સ્કૂલ, કેશોદ
આ કામગીરીમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જના પી.આઈ.શ્રી કે.એમ.રાઠોડ, પો. હેડ કોન્સ. સોહીલ મુસ્તાક સુમરા, તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ સામતભાઇ આહિર તથા ડ્રા. કોન્સ જગદીશ કાલીયા નાઓ સાથે રહેલ હતા.