ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇની કંપનીમાથી 2.4 લાખની મત્તાની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર
ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇની કંપનીમાથી 2.4 લાખની મત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે દરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ નજીક આવેલ કંપનીના ગોદામના તાળાં તોડી નિશાચરો એ.સી. ફિટિંગ કરવાના રૂા. 2,04,500ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજદીપ સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અમદાવાદની શ્રી સાંઇ સર્વિસીસ નામની કંપની દ્વારા એ.સી. લગાવવાની કામગીરી ચાલી રહી છે જે માટેનો સામાન આ કંપનીના ગોદામમાં તથા બહાર રાખવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, ગત તા. 19/10 ના સાંજના સમયે કામદારો પોતાનું કામ પતાવી પરત ગયા બાદ સવારે કંપનીમાં આવતા ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ચોર ઈશમો રાત્રિ દરમ્યાન અહીંથી ગોદામના તાળાં તોડી તેમાંથી કુલ રૂા. 2,04,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.