ઇલેકટ્રીક થાંભલામાંથી વાયર પડતાં પાંચ ઘેટાના મોત : PGVCL કંપનીના કર્મચારીઓની બેદરકારીથી ઘેટાંઓનું મોત થયું હોવાનું સામે આવ્યું

અંજાર ખાતે આવેલ આંબાપરના એક શખ્સનાં પાંચ ઘેટાં પર ઇલેકટ્રીક થાંભલામાંથી વાયર તૂટી જઈ પડતાં પાંચ ઘેટાંનું મોત થયું હતું. આ બનાવ અંગે અંજાર ખાતે આવેલ આંબાપરમાં રહેતા બધા બેચરા રબારી દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓની બેદરકારી અંગે વળતરની રકમ મેળવવા અંજારની સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવેલ હતો. સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે કે, કોર્ટે બંને તરફના ચુકાદાઓ અને પુરાવાઓને ધ્યાનમાં રાખી વીજ કંપનીના કર્મચારીઓની બેદરકારીથી ઘેટાંઓનું મોત થયું હોવાનું માની વળતરની પૂરેપૂરી રકમ રૂા. 25 હજાર તથા માનસિક ત્રાસના રૂા. બે હજાર ચુકવી આપવા પીજીવીસીએલને હુકમ જાહેર કર્યો છે.