રાપર ખાતે આવેલ ભીમાસરમાં ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે કરાવી લેનાર આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

રાપર ખાતે આવેલ ભીમાસરમાં ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે કરાવી લેનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે મૂળ ભીમાસર હાલે સુરત રહેતા દિનેશ સવચંદ મહેતા દ્વારા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ભીમાસરની સીમમાં કંચનબેન કાંતિલાલ પુજની જમીન આવેલી છે, તેમનું અવસાન થતાં તેમના પુત્ર હરીશ, રાજેશ તથા દીકરી જયશ્રીબેન વિપિન મોહનલાલ જૈનના નામે આ જમીન થઇ હતી જેમાં રાજેશે પોતાનો હક્ક જતો કર્યો હતો.  ભચાઉ પ્રાંત દ્વારા આ જમીનમાંથી કે.વી.ડી.સી. લાકડિયા બનાસકાંઠા વીજ લાઇન મંજૂર કરવામાં આવી હતી, જેથી આ જમીનદારો તથા અન્ય ખેડૂતોએ નુકસાન વળતર પેટે રકમ ચૂકવવા માંગ કરતાં તે મંજૂર થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ દરમ્યાન બાજુની જમીનવાળા આરોપી શખ્સે બનાવટી વેચાણ આપનાર ઊભા કરી હરીશ તથા જયશ્રીબેનના ખોટા આધારકાર્ડ બનાવી તેમાં અન્યોના ફોટા ચોંટાડયા હતા અને તે ખોટા આધારકાર્ડ થકી દસ્તાવેજ કરાવી જમીન પોતાના નામે કરાવી લીધી હતી તેમજ અન્ય આરોપી શખ્સોએ હરીશભાઇ તથા જયશ્રીબેન ત્યાં હાજર ન હોવા છતાં તેમની ખોટી ઓળખ આપી હતી. જાણવા મળી રહયું છે કે, આ અંગે ફરિયાદીએ રાપર કોર્ટમાં ફોજદારી તપાસ અરજી કર્યા બાદ ત્યાંથી આદેશ થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.