અબડાસાના તેરામાંથી 1.18 લાખના મુદ્દામાલ સાથે છ જુગારપ્રેમીઓ ઝડપાયા 

copy image

copy image

અબડાસા ખાતે આવેલ તેરા ગામમાંથી વડ નીચે ધાણીપાસાનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં તેરા ગામના જૂના બસ સ્ટેશનની નજીક આવેલા વડ નીચે ઓટલા ઉપર જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને કુલ 1,18,380ના મુદ્દામાલ સાથે નલિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.