બસમાં ભીડનો લાભ લઈ સોનાની ચેઇન સેરવી લેવાઈ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે રાપરથી આદિપુર આવવા બસમાં નીકળેલા એક આધેડ મહિલાની સોનાની ચેઇન કાપી લઈ ગયેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે રાપરના સમાવાસ અંબે માતાના મંદિર પાસે રહેતા ધુળીબેન પ્રેમજી માલી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી મહિલા ગત તા. 4-10ના રોજ રાપરથી ગાંધીધામ આવ્યા હતા. અહીં બસ સ્ટેન્ડમાં બપોરે પહોંચી આદિપુર જવા માટે બીજી બસમાં તે ચડયા હતા. તે બસમાં ચડતી વખતે વધુ ભીડ હતી જેનો લાભ લઇને કોઇ અજાયા શખ્સે આ મહિલાના ગળામાં પહેરેલ રૂા. 1,20,000ની સોનાની ચેઇન સેરવી લીધી હતી. આ અંગે જાણ થતાં મહિલાએ બસમાં શોધતા ચેઈન ક્યાય મળી ન હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.