અંજારના મેઘપર બોરીચીમાં વીજશોક લાગતાં 33 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની નવકાર ઇન્ડસ્ટ્રીઝમાં નવા બનતા ગોદામમાં વીજશોક લાગતાં 33 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના મણિનગર વિસ્તારમાં રહેનાર 33 વર્ષીય રાજેશ નામનો યુવાન ગત દિવસે મેઘપર બોરીચીના નવકાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હતો. જાણવા મળી રહ્યું છે કે હતભાગી યુવાન અહીં નવા બનતા ગોદામમાં તે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો.તે દરમ્યાન, અચાનક કોઇ કારણોસર તેને વીજશોક લાગતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.