દારૂના નશામાં ડ્રાઇવિંગ પડી મોંઘી : 22 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો
copy image

ભચાઉ ખાતે આવેલ ધોળાવીરા નજીક બાઈક અકસ્માતમાં 22 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં ધોળાવીરા નજીક રોડ ટુ હેવન પર યુવક દારૂના નશામાં બાઈકથી જઈ રહ્યો હતો, તે દરમ્યાન વાહન સ્લીપ થતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ 22 વર્ષીય જેમલભાઈ રામસિંહ કોલી નામના યુવાનને 108 મારફતે તેને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે.