મુંદ્રા નજીક સર્જાયેલ અકસ્માતમાં 30 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

  મુંદ્રા ખાતે આવેલ પ્રાગપર અહિંસાધામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 30 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ પ્રાગપર અહિંસાધામ નજીક મોટર સાઈકલ અને ઈકો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મુન્દ્રામાં રહેતા 30 વર્ષીય અર્પિતકુમાર વિનોદકુમાર ત્રિપાઠી નામના યુવાનનું મોત નીપજયું હતું. હતભાગી પોતાની મોટરસાઈકલથી જિંદાલ સો લિ. કંપની સમાઘોઘાથી મુંદ્રા તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સામેથી આવતી ઈકો કારના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી બાઈકને ટક્કર મારી હતી, જેમાં તેને ઘૂંટણ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.