અંકલેશ્વરની વર્ષા હોટલના યુ ટર્ન પાસે સુરતથી વડોદરા જતા ટેમ્પાચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી ક્રેઇન અથડાતાં ક્રેન ચાલકને ઇજા પહોંચી

અંકલેશ્વરની વર્ષા હોટલના યુ ટર્ન પાસે સુરતથી વડોદરા જતા ટેમ્પા અને ક્રેન વચ્ચે અકસ્માત થયો હતો.ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ક્રેન ટેમ્પાની પાછળ ઘૂસી જતાં ક્રેનના ડ્રાઈવરને નાની-મોટી ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે સ્થાનિકોએ 108ને જાણ કરતા ક્રેનના ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ વર્ષા હોટલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સુરતથી વડોદરા તરફ ટેમ્પો જઈ રહ્યો હતો તે દરમિયાન યુ ટર્ન પાસે ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ક્રેન ટેમ્પામાં ઘુસી ગઈ હતી. જેમાં ક્રેન ચાલકને ઇજા પહોંચી હતી.આ ઘટના અંગે હાઈવે પોલીસ તેમજ અંક્લેશ્વર શહેર”બી” ડિવિઝન પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.આ સમયે સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત ક્રેન ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહન દૂર કરી ટ્રાફિક હળવો કરાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર