ભુજ શહેરમાં કાર્યરત ચિલ્ડ્રન હોમમાથી બાળક લાપતા : પોલીસે કરી શોધખોળ શરૂ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ શહેરમાં કાર્યરત ચિલ્ડ્રન હોમ ખાતે રખાયેલ સગીર વયનું એક બાળક લાપતા બનતાં શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14-9ના બપોરના અરસામાં 12થી 14 વર્ષનું બાળક લાપતા બન્યું હતું.આ બાળક ક્યાય નજરે ન ચડતા હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી આગળની છાનબીન આરંભી છે. પરંતુ, શોધખોળ કરવા છતાં તેનો કોઈ પતો મળ્યો ન હતો. આ મામલે આગળની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.