આદિપુરની બજારમાં આગ ભભૂકી ઉઠતાં  ત્રણ કેબિન બળીને ભશ્મ થઈ

આદિપુરની બજારમાં આગ ભભૂકી ઉઠતાં  ત્રણ કેબિન બળીને ભશ્મ થઈ

copy image

copy image

આદિપુરની બજારમાં આગ ભભૂકી ઉઠતાં  ત્રણ કેબિન બળીને ભશ્મ થઈ હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં આવેલ  80 બજાર સામે આવેલી  કેબિનોની લાઈનમાં જૂની ટી.સી.પી.સી. દીવાલ નજીક લાકડાંની છ કેબિનમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. કોઈ કારણોસર  વહેલી સવારના અરસામાં આ કેબીનોમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે નગરપાલિકાના અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા સતત પાણીનો મારો ચલાવી  આગને કાબૂમાં લેવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આગના આ બનાવમાં ત્રણ કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે અન્ય કેબીનોમાં થોડું ઘણું નુકસાન થયું હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. આ બાબતે શ્રમજીવી ઉત્કર્ષ એસોસીએશનના  પ્રમુખ કાનજીભાઈ મહેશ્વરી દ્વારા  સ્થળ પર તપાસ કરીને સ્થાનિક પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.આ આગ કયા કારણોસર લાગી હશે તેની તપાસ કરવામાં આવી રહી છે.