મુન્દ્રાના રહેવાસી પર તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યો હુમલો : સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ

crime

copy image

 મુન્દ્રાના રહેવાસી તેમજ રાજકીય-સામાજિક આગેવાન ધર્મેન્દ્ર જેસર ગત રાત્રે હુમલો થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત શુક્રવારે મોડી સાંજે જેસર તેમના નિવાસસ્થાને હતા, તે દરમ્યાન જાળિયા ખોલી આંગણામાં આવેલા હુમલાખોરે ડોરબેલ વગાડીને દરવાજો ખોલાવ્યો હતો. અને બાદમાં સામાન્ય વાતચીત કર્યા બાદ તેણે હાથ ઉપાડયો હતો.વધુમાં જાણવા મળી રહ્યું છે કે, પરત ફરતી વેળાએ હાથના ઈશારાથી ધમકી આપી રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સ્થાનિક પોલીસ મથકે અરજી કરવામાં આવતા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.