કચ્છ ધુડખર વન્ય પ્રાણી અભ્યારણ્યરના રાપર તાલુકાના બેલા નજીકથી ખનીજ ચોરી વન તંત્રએ પકડી
કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉતર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતાં બેલા રાઉન્ડની બેલા બીટના શુકનાવાંઢ અને હનુમાનવાંઢ વચ્ચેના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં નાયબ વન સંરક્ષકશ્રીની સદ્દન ફેરણાની સુચના મુજબ તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ ૫.વ.અ રાપર ઉતરને મળેલ બાતમીના આધારે મે.નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ તેમજ મદદનીશ વન સંરક્ષકશ્રી કચ્છ પૂર્વ-૨ ના માર્ગદર્શન હેઠળ ૫.વ.અ.શ્રીની સુચના મુજબ ગત સાંજે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ઉપરોકત વિસ્તારમાં ચાલી રહેલ ગેરકાયદેસર બિન અધિકૃત ખનન પ્રવૃતીમાં સંકળાયેલ ઇસમો -૪ તેમજ ડમ્પર નંગ-ર તેમજ જે.સી.બી.નંગ-૧,લોડર નંગ-૧ જેની સંયુક્ત મુદામાલની કિંમત અંદાજીત ૪૦.૦૦ થી ૪૫.૦૦ લાખ (ચાલીસ થી પીસ્તાલીસ લાખ) થવા પામેલ છે.જે મુદા માલ વનપાલ બેલા, વન રક્ષક બેલા તેમજ રોજમદારો ને સાથે રાખી ઉપરોકત તમામ મુદા માલ સરકારી ધોરણે બેલા રાઉન્ડ ગુ.નં.૬/૨૦૨૪ તા.૨૫/૧૦/૨૦૨૪ થી કબ્બજે લઈ ગુના કામે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.