મીઠીરોહર તથા ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમો પર કોમ્બીંગ કરી પ્રાણ ઘાતક હથિયારો શોધી કાર્યવાહી ક૨તી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફ થી ગુનાહીત પ્રવ્રુતીને અંકુશમા લાવવા સારૂ તથા શરીર સંબધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેશર રીતે પ્રાણ ઘાતક હથિયારો રાખતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓની આગેવાની હેઠળ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી./એસ.ઓ.જી તથા અંજાર વિભાગના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલે-૧૭૬ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીઓની અલગ અલગ બો ગામ વાઈઝ ટીમો બનાવી મીઠીરોહ૨ તથા ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવ્રુતીમાં પકડાયેલ અને જાહેર સુલેહશાંતીને નડતરરૂપ થઈ શકે તેવા ઈસમોના રહેણાક મકાને કોમ્બીંગ હાથધરી ઝડતી તપાસ દરમ્યાન મળી આવેલ પ્રાણ ઘાતક તિક્ષ્ણ હથિયારો કબ્જે કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ આ કોમ્બીંગ દરમ્યાન નીચે જણાવ્યા મુજબની કામગીરી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.