માંડવી લાંચ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો

copy image

copy image

માંડવી લાંચના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીજીવીસીએલ કચેરીના ડિવિઝન સેક્શનમાં આવેલા ટી.સી.નું અર્થિંગ કરવાની કામગીરી બાદ બિલ મંજૂર કરાવી ચેક આપવાની અવેજીમાં રૂા. પાંચ હજારની લાંચ માંગવાના પ્રકરણમાં આરોપી પુંજાભાઈ બુધાભાઈ બોચિયાને ભુજની ખાસ એસીબી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકતો આદેશ કરવામાં આવેલ હતો.પ્રાપ્ત વિગતો મુજબ આરોપીએ લાંચ માગતાં ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી, અને ત્યાર બાદમાં ગોઠવાયેલા છટકામાં એકાઉન્ટન્ટ પુંજાભાઈ લાંચ સ્વીકારતા ઝડપાયો હતો. કોર્ટે સાત સાક્ષી અને 71 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા, જેમાં આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.