દામનગર : દામનગરની કુંભનાથ સોસાયટીમાં રેઢા મકાનમાં તસ્કરી જૈને વણિક અદાણી પરિવાર લગ્ન પ્રસંગે રાજકોટ ગયા બાદ તસ્કરોએ તસ્કરી કરી હતી. દામનગરની કુંભનાથ સોસાયટીમાં રહેતા જે બી અદાણી રાજકોટ ખાતે જતા તેજ રાત્રિના અરસામાં નિચાસરોએ રેઢા મકાનને નિશાન બનાવ્યું હતુ. દામનગર પોલીસને પાડોશીએ જાણ કરતા સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે. દામનગર પોલીસે આ ગુનાની ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી છે. કેટલી રકમ કેટલા દરદાગીના કેટલી રોકડ જેવી અનેકો બાબતની પૃષ્ટિ મેળવી રહી છે. માલમતા રોકડ સોના ચાંદી ઘેર કબાટમાં રાખેલ હોવાનું જણાવેલ. ઘરઘણી આવી તપાસ કરે પછી કેટલી માલમતા તસ્કરી થયેલ છે તે જાણવા મળી શકે છે. હાલ તો સ્થળે સ્થાનિક પોલીસે સ્થળનો કબજો લઈ મકાન માલિક આવે તેની રાહ જોવાય રહી છે જે મકાનમાં તસ્કરી થઈ તે મકાન માલિકની દુકાનની ચાવીઓ પણ લઈ ગયા છે. સ્થાનિક પોલીસે આ તસ્કરોનું પગેરું મેળવવા કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે આ તસ્કરી કરવા તસ્કરો ટ્રુવહીલ પર આવ્યાનું સ્થાનિક પોલીસ જણાવેલ છે અને દામનગરના માઈક્રો વેવ સ્ટેશન પર એક ખેડૂતની વાડીએ ઓરડીના તાળા તોડી ઓરડી માંથી આરામ ખુરશી કાઠી તેના પર આરામ ફ્રમાવ્યો હોવાની પૃષ્ટિ મળેલ છે.