ઇકો કારમાં મોબાઇલ પર લાઇવ જોઈ ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને જિલ્લા પોલીસે પકડી પાડયા

વડોદરા, વાઘોડિયા તાલુકાના લીમડા ગામ નજીક પાર્ક કરેલી ઇકો કારમાં મોબાઇલ ફોન પર આઇપીએલની લાઇવ મેચ જોઇ ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઇસમોને જિલ્લા પોલીસે પકડી પાડયા હતાં. વાઘોડિયા રસ્તા પર રહેતો મુળ સંખેડા તાલુકાના ચમરવાળા ગામનો રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ તખતસિંહ રાઠોડ પોતાની ઇકો કારમાં લીમડા ગામથી મઢેલી જવાના રસ્તા પર આઇપીએલમાં રમાતી કેકેઆર અને એસઆરએચ વચ્ચેની ક્રિકેટ મેચ મોબાઇલથી લાઇવ ટીવીમાં નિહાળી મોબાઇલ ફોનમાં લાઇવ ગુરૃ નામની એપ્લીકેશનની મદદથી ભાવતાલ જાણી બીજા મોબાઇલ દ્વારા ગ્રાહકો પાસેથી સટ્ટો લખાવે છે.  તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીના સ્ટાફે રેડ પાડી હતી. પોલીસના માણસોએ ઇકો કારને ચારે બાજુથી ઘેરી તપાસ કરતાં નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ અને સલીમ હસન મન્સુરી (રહે.ઉંડા ફળીયા, વાઘોડિયા) મળ્યા હતાં. તેઓની પાસેના મોબાઇલ પર તેઓ આઇપીએલની લાઇવ મેચ ચાલતી હતી. પોલીસે બંનેની અંગજડતીમાંથી રૂ.૧૨,૦૬૦ રોકડ રકમ, પાંચ મોબાઇલ, ઇકો કાર મળી કુલ રૂ.૧,૭૫,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બંનેની અટક કરી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતાં ક્રિકેટ સટ્ટાની બેટિંગ આગળ રોહીલ ઉર્ફ રાજા સતિષ જયસ્વાલ (રહે.જગદંબા ટોકિઝ પાસે, વાઘોડિયા)ને લખાવતો હતો. પોલીસે રાહીલ ઉર્ફે રાજા જયસ્વાલની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *