શહેરમાંથી મોબાઇલ ફોનની તસ્કરી કરતી ગેંગને પકડી લેતી એસઓજી

એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એચ.એસ. ત્રિવેદી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, ભાવનગર શહેરમાંથી જુદી-જુદી જગ્યાઓએથી મોબાઇલ તસ્કરી કરતી ટોળકી નિર્મળનગરના નાકે ઉભેલ છે. જે આધારે ત્રણ શખ્સો સાહિલભાઇ સુરેશભાઇ ગોહેલ ઉ.વ. ૧૯ રહે. કુંભારવાડા માઢીયારોડ શેરી નં. ૧૫, અશોકભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે. હાદાનગર વેલનાથ ચોક, ચિરાગ સુનીલભાઇ ગોહેલ ઉ.વ.૧૯ રહે. વિઠ્ઠલવાડી બેઠલા નાળા નજીક ભાવનગરવાળાઓને પકડી પાડી તેઓની પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન ઓપો કંપનીનો મોડલ ૮૩ કિંમત રૂ઼.૫,૦૦૦, કાર્બન કંપનીનો મોડલ એરો સ્ટ્રોમ કિંમત રૂ઼.૫,૦૦૦ નોકીયા કંપનીનો મોડલ મોડલ આર.એમ. ૧૧૯૦ કિંમત રૂ઼.૫૦૦, સેમસંગ કંપનીનો મોડલ એસએમ-બી, ૩૧૦ ઈ કિંમત રૂ઼.૫૦૦, કાર્બન કંપનીનું મોડલ કે ૫૮ કિંમત રૂ઼.૫૦૦ના જપ્ત કરવામાં આવેલ છે ત્રણેય શખ્સોની પુછપરછ કરતા ઉપરોક્ત બધા મોબાઇલ તેઓએ શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી તસ્કરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા એક મોબાઇલ તસ્કરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર ત્રણેય વિરૂધ્ધ કાયદેસર તપાસ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *