ભુજના દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ  છોડી મૂકવાનો આદેશ જાહેર

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજની યુવતી સાથે થયેલ દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરતો હૂકુમ કોર્ટે જાહેર કરી દીધો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ નાણાં તથા દાગીના પડાવી લઈ અંજાર, સુરત, મુંબઈ સહિતના જુદા જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં 14 મૌખિક અને 27 લેખિત પુરાવા તપાસ્યા બાદ ભુજની સેશન્સ કોર્ટે આરોપી શખ્સને નિર્દોષ જાહેર કર્યો હતો.