અંજારના ચેક પરતના કેસમાં આરોપીને ટ્રાયલ કોર્ટમાં એક વર્ષની કેદના હુકમ બાદ સેશન્સ કોર્ટમાં નિર્દોષ જાહેર

court order

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે અંજારના ચેક પરતના કેસમાં ફરિયાદી વિરલ દેવેન્દ્રપ્રસાદ વૈષ્ણવ દ્વારા મીઠી રોહરના આરોપી શખ્સ વિરુદ્ધ રૂા. 13,38,345નો ચેક પરત ફરતા કેસ દાખલ કર્યો હતો.   જેમાં ટ્રાયલ કોર્ટે આરોપી શખ્સને ગુનાહગાર ઠેરવી ચેકની રકમ અને તેટલો જ દંડ તથા એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. બાદમાં અંજારની સેશન્સ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. જેમાં અદાલતે બંને પક્ષને સાંભળ્યા બાદ નીચલી કોર્ટનો હુકમ ફેરવી આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ જાહેર કર્યો હતો.