ભુજની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આર્થિક ગોટાળાને પગલે એકને સસ્પેન્ડ તથા બે કર્મચારીને તાત્કાલિક છૂટા દેવામાં આવ્યા
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, કચ્છના ભુજની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આર્થિક ગોટાળાને પગલે એકને સસ્પેન્ડ અને બે કર્મચારીને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવેલ છે. કચ્છ ભુજની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનની કચેરીના ઇન્ચાર્જ વહીવટી અધિકારીથી માંડી અન્ય કર્મચારીઓ દ્વારા કથિત આર્થિક ગોટાળાને પગલે ગાંધીનગરથી અચાનક આવી ચડેલી વિજિલન્સ ટીમે ગેરરીતિ પકડી પાડતાં એકને સસ્પેન્ડ કર્યા અને બે કર્મચારીને તાત્કાલિક છૂટા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યવાહી પગલે ભ્રષ્ટ તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના તબીબ ડો. કિશન રોયના જણાવ્યા અનુસાર, તેઓ હાલમાં જ આવીને ચાર્જ સાંભળેલ છે, પરંતુ તેમના વહીવટી અધિકારી બલભદ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે, જ્યારે આઉટસોર્સથી વર્ષોથી કામગીરી સંભાળતા મનજી ખરેટ અને નિમિષ વાસાણીને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, સસ્પેન્ડ થયેલા કર્મચારીની જગ્યાએ વહીવટી અધિકારી તરીકે અંજારના ભાવેશ પાઠકને ચાર્જ સોંપવામાં આવેલ છે. હોસ્પિટલ તરફથી વાહન અકસ્માતના લાખોના ક્લેઇમ વગેરેના ચેક આવતા હોવાથી વહીવટી અધિકારી દ્વારા ચેક પોતાના ખાનગી બેંક એકાઉન્ટનાં નામે બનાવી મોટી રકમ ચાંઉ નકરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. ટ્રેઝરી કચેરીને શંકા જતાં ઓડિટ ટીમ મૂકવામાં આવતાં આખો મામલો સપાટી પર આવેલ હતો જેથી વહીવટી અધિકારીને તુરંત સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જ્યારે આઉટસોર્સના બંને કર્મચારીને તાત્કાલિક છૂટા કરી દેવાયા છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી જારી છે.