ભુજના સ્મૃતિવન નજીક ટ્રકે નર્મદાના પાણીની લાઇન તોડી પાડતાં મોટી માત્રામાં પાણી રોડ પર વેડફાયું
ભુજના સ્મૃતિવન નજીક ટ્રકે નર્મદાના પાણીની લાઇન તોડી પાડતાં મોટી માત્રામાં પાણી રોડ પર વેડફાયું હતું. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગેની જાણ થતાં ભુજ સુધરાઇ દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવતા મરમ્મત કામ શરૂ કરી દેવામાં આવેલ હતું. તેમજ ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. આ અંગે ઇન્જિનીયર શિવમ ગોસ્વામી દ્વારા જાણવા મળેલ કે, હાલમાં જ વધારાની નવી લાઇન શરૂ કરવામાં આવી હતી, તેમાં ટ્રક અથડાઇ હતી. જો કે, અન્ય મુખ્ય લાઇન શરૂ જ હોવાથી ભુજવાસીઓને કરાતા પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી નહીં આવે તેમ જાણવા મળ્યું હતું. લાઇન મરમ્મત કામ શરૂ કરવા સાથે ટ્રકના ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.