જેલોને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે : 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ
ગુજરાતની જેલોને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.જેલની નવી સુધારણા બુકમાં આંકડા સામે આવ્યા છે જે વાંચીને તમે પણ ચૌંકી ઉઠશો,ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.અમદાવાદની સાબરમતી જેલમાં ક્ષમતા કરતા 129% વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ હોવાની વાત છે.14,062 કેદીઓની ક્ષમતા સામે 16,737 કેદીઓ ગુજરાતની જેલમાં છે.
જાણો કઈ જેલમાં કેટલા કેદીઓ છે
સાબરમતી જેલમાં 2846ની ક્ષમતા સામે 3664 કેદીઓ હાલમાં છે
વડોદરા જેલમાં 1165ની ક્ષમતા સામે 1652 કેદીઓ હાલમાં છે
ગોધરા સબ જેલમાં 165 સામે કુલ 315 કેદીઓ હાલમાં છે
નવસારી જેલમાં 290ની ક્ષમતા સામે 374 કેદીઓ હાલમાં છે
રાજપીપળા જેલમાં 347ની કેપેસીટી સામે 115 કેદીઓ હાલમાં છે
ગુજરાતમાં જાણે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો હોય તેવું આ આંકડા કહી આપે છે,આવું અમે નથી કહેતા,રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે જેલોમાં કેદીઓનો ભરાવો થયો છે જેને લઈ ગૃહવિભાગ પણ જાણે ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે.28 જેલોમાં કુલ 14062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16737 કેદીઓ જેલમાં બંધ છે.સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2846 ક્ષમતા સામે હાલ 3664 કેદીઓ છે,સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2147 પુરુષ કેદી અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદીઓ છે.