ઓચ્છણ ગામથી એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વાગરા પોલીસ

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔધોગીક એકમો આવેલ હોય જે એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ઔધોગીક એકમોને લગતો સામાન આવતો હોય છે જે સામાનોમાં કોઈ ગેરરીતી કે છેતરપીંડી કે ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબુદ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ, વડોદરા તથા પોલીસ અધિક્ષકમયુર ચાવડા ભરૂચ જીલ્લાનાઓએ આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જંબુસર વિભાગ જંબુસરનાઓના માર્ગદર્શન મુજબ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારની વાહન ચેકીંગ તથા ગોડાઉન ચેક કરવાની કામગીરી માટે પો.ઇન્સ.નાઓની સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન અ.હે.કો. ભોપાભાઇ ગફુરભાઇનાઓને ખાનગી બાતમી દારથી બાતમી મળેલ કે “ઓચ્છણ ગામનો સાજીદ રફીક પટેલ નાનો ઓચ્છણ ગામમાં એક નંબર વગરની એક કાળા કલરની હીરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ ભરૂચ બાજુથી લાવી ગામમાં ફરે છે “ જેવી બાતમીના આધારે પોલીસ પંચો સાથે ઓચ્છણ ગામે જતા તળાવ કિનારે ઉપરોકત વર્ણનવાળી શંકસપદ મોટરસાયકલ સાથે ઇસમ મળી આવેલ હોય સદર ઇસમ પાસે મોટરસાયકલનો. કબ્જો ધારણ કરવા સદર ઇસમે ગલ્લા-તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ આપી શકેલ નહી અને મોટરસાયકલના આર.ટી.ઓ.ને લગત કાગળો નહીં હોવાનું જણાવી કબ્જો ધારણ કરવા બદલ કોઈ ચોક્ક્સ આધાર/પુરાવો રજુ કરી શકેલ નહીં જેથી સદર ઇસમે પેશન પ્રો મોટર સાઇકલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું શંકાસ્પદ જણાતા પેશન પ્રો મોટર સાઇકલ કિ.રૂ. ૬૦,૦૦૦/- ગણી BNSS ની કલમ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ અને સદર ઇસમને BNSS ની કલમ મુજબ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) સાજીદ રફીક પટેલ, ઉ.વ.૨૯, રહે.ઓચ્છણ, નવીનગરી, તા.વાગરા, જિ.ભરૂચ.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર