માધાપર પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સાથે આરોપીને ઝડપી પાડતી માધાપર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ચિરાગ સુંડા સાહેબ I/C પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં જીલ્લામાં મિલ્કત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ સુચના આપેલ.

જે અન્વયે માધાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૫૮૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૫,૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુન્હો તા.૨૮/૧૦/૨૦૨૪ ના ક.૧૨/૩૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે માધાપર મધ્યે જુનાવાસ, નવીલાઇનમાં આવેલ જલીયાણ મોબાઇલની દુકાનમાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી થયેલ તે ગુના કામે ચોર તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા માટે I/C પોલીસ ઇન્સપેકટરશ્રી વી.એમ. ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા અને ચોર તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના આજુબાજુ આવેલ પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી મળેલ માહીતી આધારે ખાનગી રાહે પો.હેડ કોન્સ. પરમવીરસિંહ કે. ઝાલા તથા ભરતભાઇ આર. ચાવડા નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે, સોનાપુરી રેલ્વે અંડરપાસ પાસે એક ઇસમ જે શરીરે મેહંદી કલરની ટી-શર્ટ તથા નેવી બ્લુ કલરનુ નાઇટ પેન્ટ તથા જમણા પગમાં દવાખાનાનો પાટો બાંધેલ છે. તેના હાથમાં એક પ્લાસ્ટીકની થેલી લઇને પગે ચાલી જાય છે જેણે ઉપરોકત ગુના કામેની ચોરી કરેલ છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે બે પંચો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ મજકુર ઇસમને પકડી પાડેલ અને આરોપીના કબ્જામાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવેલ જેથી આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા માધાપર વિસ્તારના નવીલાઇનની જલીયાણ નામની મોબાઇલની દુકાનમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ જેથી આરોપી પાસેથી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી કુલ્લે કી.રૂા.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ

(૧) મનોજ સ/ઓ હરવિલાસ પ્રજાપતિ ઉ.વ. ૩૧ રહે.નલીયા-માંડવી હાઇવે, ઉમીયા ટ્રેકટર ગેરેજની પાછળ, ગામ- કોઠારા, તા. અબડાસા

મુદ્દામાલની વિગત:-

(૧) રોકડ રૂ.૨૦,૦૦૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂા.૩૦,૦૦૦/-

આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સપેકટર વી.એમ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.સબ ઇન્સ. આર.જે. ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના ભરત આર. ચાવડા તથા પરમવીરસિંહ કે. ઝાલા તથા કાનાભાઇ હમીરભાઇ રબારી તથા પો.કોન્સ. કલ્પેશ કે. કોડીયાતર એ રીતેના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.