ભુજના માધાપર ધોરીમાર્ગ સર્જાયેલ અકસ્માતમાં 80 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત
copy image

ભુજના માધાપર ધોરીમાર્ગ સર્જાયેલ અકસ્માતમાં 80 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં માધાપર ધોરીમાર્ગ પર આવેલા બી.એમ. શોરૂમ નજીકથી ગલીમાંથી બાઈક લઈને નીકળેલા હતભાગી વૃદ્ધને તોતિંગ વાહને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં બંને ટાયર નીચે આવી જતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હતભાગી વૃદ્ધને કોઈ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું. હતભાગી વૃદ્ધના કુનરિયા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સતત ટ્રાફિકથી ધમધમતા માધાપર હાઈવે પર અવારનવાર બનતા જીવલેણ અકસ્માતોના કારણે ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ગોઠવે તેવી લોકમાંગ ઊઠી હતી.