“સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલભાઇ પરમારનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા મહીપાલસિંહ રાજપુરોહીતનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અમીતકુમાર અમૃતલાલ સોની રહે.શાસ્ત્રીનગર કોટડા(જડોદર) તા.નખત્રાણા વાળો ભુજમાં એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-G-12-AE-4303 વાળીથી આવે છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી વોચમાં રહી તપાસ કરતા મજકુર ઇસમ પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ સાથે મળી આવેલ જેથી નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

  • પકડાયેલ આરોપી

અમીતકુમાર અમૃતલાલ સોની, ઉ.વ.૩૭, રહે. શાસ્ત્રીનગર કોટડા(જડોદર) તા.નખત્રાણા હાલે રહે. કેવલ હોમ્સ નવાવાસ કેસરબાગ રોડ, માધાપર તા.ભુજ

  • કબ્જે કરેલ મુદામાલ
  • પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ નંગ- ૧૬ કી.રૂ.૦૦/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કી.રૂા. ૫,૦૦૦/-
  • સ્વીફટ ફોર વ્હીલર રજી.નં. GJ-12-AE-4303, કી.રૂ.૧,૦૦,000/-
  • આરોપીનો ગુનાહીત ઇતિહાસ
  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૪૮/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૪૨૦,૫૧૧,૧૧૪ મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૪૪૯/૨૦૨૧ પ્રોહિ ક.૬૫ (એ)(ઇ),૮૧,૯૮(૨) મુજબ
  • વિસનગર તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૮૮/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ